મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

- text


સંસ્કાર ઈમેજિંગ સેન્ટરમાં આયોજિત કેમ્પમાં રક્તદાતાઓને સર્ટિફિકેટ અપાયા

મોરબી : મોરબીની ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં રક્તદાન કરનારાઓને ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.આ કેમ્પ 30થી 35 રક્તની બોટલ એકત્ર થઇ હતી.

મોરબી શહેરમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તા.24ના રોજ સંસ્કાર ઈમેજિંગ સેન્ટર જીઆઇડીસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં ડોક્ટર ફિઝીયોથેરાપી કેશાબેન અગ્રવાલ તથા સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના મેનેજમેન્ટ રમેશભાઈ તથા નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કેમ્પમાં મોરબીની સર્વ પ્રેમી જનતા તેમજ આસપાસના લોકો દ્વારા સહયોગ સાંપડ્યો હતો.તે ઉપરાંત ક્લબના મેમ્બરોના પરિવારજનોનો પણ સહયોગ મળ્યો હતો.આ કેમ્પમાં 30થી 35 ડોનરોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.આ કેમ્પનું સમગ્ર સંચાલન અમારા સિનિયર કાઉન્સિલ પ્રફુલાબેન કોટેચાએ કર્યું હતું.તેમજ આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ,નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા,સેક્રેટરી મયુરીબેન કોટેચા,વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા,પુનિતાબેન,મનિષાબેન ગણાત્રા,ચેતનાબેન પાંચાલ,પ્રફુલાબેન કોટેચા,ચંદ્રિકાબેન હિરાણી,કામિનીબેન સિંગ,પ્રફુલાબેન સોની,બબીતાબેન સાંગી સહિત અન્ય સભ્યોએ હાજરી આપી હતી.

- text