ધંધો બરાબર ન ચાલતા યુવાને ઝેર પી ઝાડની ડાળીએ લટકી આપઘાત કર્યો

- text


ટંકારા તાલુકાના નેકનામ ગામે બનેલો અરેરાટી ભર્યો બનાવ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય નાસીપાસ થઈ ઝેરી દવા ગટગટાવી લીધા બાદ વડલાની ડાળીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા નેકનામ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રબારીવાસમાં રહેતા લાલજીભાઇ કાનાભાઇ આલ, ઉ.34 નામના યુવાને કામધંધો બરોબર ચાલતો ન હોય જેથી હતાશ અને નાશીપાસ થઇ પોતાની જાતે ઝેરી દવા પી બાદ વડના ઝાડની ડાળીમાં દોરડુ બાધી ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે મૃતકના નાના ભાઈ હિતેષભાઇ કાનાભાઇ આલે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text