સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 10

- text


સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના આઠ ગપ્પા આઠ સત્ય,ગુરૂ દંડી વિરજાનંદનુ મુત્યુ અને રાવ સાથેની લપ

આગળ આપણે જાણ્યું કે દયાનંદ કેવા કાર્ય માટે આગળ વધે છે ત્યારે આજે જાણશુ કે કેવી કેવી વિપદા વચ્ચે આવે છે આમતો ધણી બધી વિપદા અને કષ્ટનો સામનો સ્વામી કરે છે પણ એક દુ:ખદ સમાચાર પણ મળે છે જે આગળ હમણાં જણાવુ એ પહેલા આઠ ગપ્પામાં ૧ મનુષ્ય ક્રુત સ્રવે ગંથો અને બ્રહ્મવૈવત પૂરાણો,૨ દેવતા બુધ્ધિથી પથ્થર વગેરે પુજા,૩ શૈવ, શાક્ત અને રામાનુજાદી વૈષ્ણવ સંપ્રદાય ૪ તંત્ર ગ્રંથ વામમાર્ગ પુજ ૫ મંદિરા ભાંગ વગેરે માદક દ્રવ્ય સેવન ૬ પરસ્ત્રિ ગમન અને વ્યભિચાર ૭ ચોરી ચપાટી ૮ છળ કપટ અભિમાન અને જુઠ આ આઠ ગપ્પા એની સામે આઠ સત્ય છે ઈશ્વરકૂત ચાર વેદ ઋષિ દ્વારા રચિત ૨૧ ગ્રંથ ૨ બ્રહ્મચર્યની સાથે ગુરૂ સેવા અને વેદનુ અધ્યયન ૩ વેદોક્ત ધર્મ આધારિત કર્મ ૪ ઋતુ પ્રમાણે ગુર્હસ્થ કાર્ય ૫ શમ દમ અને તપશ્ચરણ વાનપ્રસ્થનું અનુષ્ઠાન ૬ વૈરાગ્ય ઉત્પન્ન થાય એવો પ્રયાસ ૭ જન્મ મરણ સુખ દુખ લાભ હાની લોભ મોહ ત્યાગ માટે અનુષ્ઠાન ૮ જ્ઞાન પ્રાપ્તીનો પ્રયાસ કરી મોક્ષ દ્વાર સુધી દસ્તક આજ છે આઠ જીવનના સત્ય.આ દરમિયાન દયાનંદ શહબાજપુરમાં હતા ત્યારે ૧૪ સપ્ટેમ્બર ૧૮૬૮ને સોમવારે સમાચાર મળ્યા કે એમના ગુરૂ વિરજાનંદ દેહાવસાન થયું છે આ સાંભળી થોડી વાર મૌન રહી “આજે વ્યાકરણના સૂર્યનો અસ્ત થયો છે”. એવુ સ્વમુખે ઉચારે છે.ગુરૂ દક્ષિણા માટે પ્રતિજ્ઞા યાદ કરી આગળના પ્રવાસ આરંભ કરે છે એ પછી સત્યાર્થ પ્રકાશ પુસ્તક અલિગઢમાં રાજા જયકિશનદાસના અનુરોધથી એક ચંદ્રશેખર નામના લહિયાની વ્યવસ્થા સાથે ૧૨ જુન ૧૮૭૪ મા લખવાનું શરૂ કરે છે.જે અઠી માસના ટુકા ગાળામાં તૈયાર કરી નાખે છે અહિ એ પણ જણાવી દઉં કે આ લહિયા એ ભારે નાલાયકી કરી હતી સ્વામી સ્વ મુખેથી જે બોલ્યા એને બદલાવી બદલાવીને જે ન ગમ્યુ એ બદલાવી લખી નાખ્યું અને પ્રુફ વાચવા આપ્યા વિના પુસ્તક છપાવી નાખ્યું પાછળથી દયાનંદ ને ધ્યાનમાં આવ્યુ કે ચંદ્રશેખરે તો શ્રાધ્ધ,યજ્ઞમાં પશુબલી,અવૈદિક સિદ્ધાંત થોકી બેસાડ્યા હતા પછી એને મરામત કરી મોટો સુધારા સાથે ફરી પ્રગટ કરાવ્યો હતો અને આગળ ના પુસ્તકને અમાન્ય રાખ્યો હતો.આ ખાલી લહિયો નડયો એવુ નથી અહી અનેક પ્રસંગ ગણાવાય એવા છે પણ મોટી મોટી વાતો સાથે મુંબઈ આર્ય સમાજની સ્થાપના સુધી જવુ છે એટલે આજે અમુક ધટના લખુ છું.

સોંરો ગામમાં એકવાર સ્વામી ઉપદેશ આપી રહ્યા છે.તે વખતે એક કદાવર,પહેલવાન,વિકરાળ જાટ આવી પહેાંચ્યો.મ્હોં ઉપર રેાષ સળગે છે: ભવાં ચડી ગયાં છે: ખભા પર ડાંગ રહી ગઈ છે: લાલધૂમ નેત્રો ફોડતો ને હોઠ પીસતો એ રજપુત સભાને ચીરીને સડસડાટ સ્વામીની સન્મુખ આવી ઉભો રહ્યો.એના મ્ંહેામાંથી અંગાર ઝરવા લાગ્યા કે “રે ધૂર્ત, તું સાધુ થઈને મૂર્તિપૂજાનું ખંડન કરે છે? ગંગામૈયાને નિન્દે છે ? દેવોની વિરૂદ્ધ બકવાદ કરે છે? હવે બોલ જલ્દી, તારા કયા અંગ ઉપર આ ડાંગ લગાવીને તને પૂરો કરી નાખું ? આખી સભા થરથરી ઉઠી.પણ સ્વામીએ તે રતિમાત્ર ચલાયમાન થયા વિના,એની એજ ગંભીર મુખમુદ્રા રાખીને હસતાં હસતાં ઉત્તર આપ્યો કે “ભાઈ ! મારો, ધર્મપ્રચાર જો તને અપરાપ લાગતો હોય તો એ અપરાધ કરનાર તો આ મારું મસ્તક જ છે, એ માથું જ મને આવી ​વાતો સુઝાડે છે. માટે તારે સજા કરવી હોય તો એ અપરાધી માથા ઉપર જ તારી ડાંગ ઝીંકી દે બેટા !” એ ક્ષમા-વીરનાં નેત્રોની જ્યોત પેલા જાટનાં નેત્રોમાં પડી. ધગધગતો અંગાર જાણે કે જળધારા વડે બુઝાઇ ગયો.સ્વામીના ચરણોમાં તે ઢળી પડ્યો. રડવા લાગ્યો. સ્વામીજી બોલ્યા, “વત્સ ! તેં કશુંય નથી કર્યું. કદાચ તેં મને માર્યો હોત તો પણ શી ચિંતા હતી ? જા, પ્રભુ તને સન્મતિ દેજો !”

સેંકડો રાજપૂતોને યજ્ઞોપવિત દેતા દેતા સ્વામી ગામેગામ ઘુમી રહ્યા હતા. એક વખત કર્ણવાસમાં એમનો પડાવ હતો. ગંગાસ્નાનના મેળા પર હજારો માનવી એકઠાં થએલાં હતાં. બરેલીના ઠાકોર રાવ કર્ણસંહ પણ આવેલા. આ રાવને વૈષ્ણવ પંથનો એવો તો નાદ લાગેલો કે પોતાના નોકર ચાકરોને-અરે ગાય, ભેંસ તેમજ ધાડાએાને કપાળે ને કંઠે પણ તે બલાત્કાર કરીને તિલક,કંઠી લગાવી રહ્યા હતા. એક રાત્રિએ એના મુકામ પર રાસલીલા રમાતી હતી.સ્વામીને પણ પંડિતો બોલાવવા આવ્યા.સ્વામીએ કહ્યું “એવા હલકા કામમાં હું ભાગ નહિ લઇ શકું.આપણા પુજનીય પુરૂષોનો તમે વેશ ભજવી રહ્યા છો, એ કૃત્ય ધિકારને પાત્ર કહેવાય.” રાવ કર્ણસિંહને આ અપમાનનો ઘા વસમો લાગ્યો.બીજે દિવસે સાંજરે પોતાના મંડળને લઇ ખુન્નસભર્યો રાવ આવી પહોંચ્યો. સ્વામી ઉપદેશ કરી રહ્યા છે. શ્રોતાઓ શ્રવણમાં તલ્લીન છે. રાવને આવેલા જોઇ સ્વામીએ સત્કાર કર્યો કે “આવો.“ “ક્યાં બેસીએ !” કડક સ્વરે રાવ ગરજી ઉઠ્યા. “જ્યાં આપની ખુશી હોય ત્યાં.” હસીને સ્વામીજી બોલ્યા.​“તમારી પડખે જ બેસીશું.” “ખુશીથી; આવો, બેસો.” કહી સ્વામીજીએ પોતાના આસન પરથી પોથી હટાવી લીધી. પણ રાવને તો ટંટો જ મચાવવો હતો. એના મદોન્મત્ત કંઠમાંથી વચનો નીકળ્યાં કે “સંન્યાસી થઈને રાસલીલામાં હાજરી ન આપી તેની લજ્જા નથી આવતી ?” મંદ મંદ હસતા મહર્ષિએ જવાબ વાળ્યો: “રાવ મહાશય, આપના પૂજ્ય પૂર્વજોનો વેશ લઈને હલકાં મનુષ્યો નાચે અને આપ ક્ષત્રિય બનીને બેઠા બેઠા એ નાટક ઉપર ખુશી થાઓ, એની લજ્જા તો આપને જ આવવી ઘટે ! કોઈ સાધારણ લોકો પણ પોતાનાં કુટુંબીજનોના વેશ જોઈને કદિ ખુશી થાય ખરા કે ?” “અને તમે ગંગામૈયાની પણ નિન્દા કરો છો, કેમ?” “ના ભાઈ, હું ગંગાની નિન્દા નથી કરતો. પણ ગંગા જેવી અને જેટલી છે તેવી અને તેટલી જ હું એને વર્ણવી બતાવું છું. “એટલે ! ગંગા કેટલી છે ?” કમંડળ ઉઠાવીને સ્વામી બોલ્યા, “જુઓ, મારે માટે તો આ કમંડળ ભરાય તેટલી જ ”.કર્ણસિંહના હોઠ કમ્પી રહ્યા હતા. સ્વામી ફરીવાર બોલ્યા, “રાવ સાહેબ,આપના કપાળમાં આ તિલક શાનું છે?” “એ ‘શ્રી’ છે. એને ન ધારણ કરનાર ચંડાળ છે.” રાવે ડોળા ફાડ્યા.’આપ ક્યારથી વૈશ્નવ થયા ?’ ‘કેટલાં યે વર્ષો થયાં.’ ‘અને આપના પૂર્વજો પણ વૈશ્નવ હતાં કે?’ ​’ના.’ ‘ત્યારે આપના કથન પ્રમાણે તો આપના પૂર્વજો તેમજ થોડાં વર્ષ પૂર્વે આપ પોતે પણ ચંડાળ જ હતા એમ ઠર્યું !’ રાવનો હાથ તલવારની મૂઠ ઉપર ગયો અને એણે ત્રાડ દીધી, ‘મ્હોં સંભાળીને બોલ !’બીજા દસબાર હથિયારબંધ લોકો હતા તેના પંજા પણ પોતપોતાની તલવાર પર ગયા. શ્રોતાઓ ડરી ગયા. પણ સ્વામીજીએ તો પોતાની સદાની ગંભીર વાણીમાં શરૂ રાખ્યું કે ‘શીદને ડરો છો ? કશી ચિંતા નથી. મેં સત્ય જ કહ્યું છે.’

- text

રાફડામાંથી ભભૂકતા ફણીધરની માફક રાવ કર્ણસિંહ ફુંકાર કરતા ડગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા. એનો જમણો હાથ વારંવાર ખડ્ગની મૂઠ પર જવા માંડ્યો. પરંતુ સ્વામીએ તો મ્હોં મલકાવીને જ શાંત વાણી ઉચ્ચારી કે “રાવ સાહેબ, વારંવાર ખડ્ગ શા માટે ખખડાવો છો ? જો શાસ્ત્રાર્થ કરવો હોય તો આપના ગુરૂને તેડી લાવો, પણ જો શાસ્ત્રાર્થ જ કરવો હોય તો પછી અમને સંન્યાસીને શીદ ડરાવો છો ? જઈને જયપુર જોધપુરની સાથે બાખડો ને !’કોપ-જ્વાળામાં સળગતો રાવ તલવાર ખેંચીને સ્વામીની સામે ધસ્યો. એકવાર તો સ્વામીએ ધક્કો દઈને દુશ્મનને પાછો નાખ્યો, ત્યાં તો ચેાગણો કોપ કરીને રાવ ફરીવાર ધસ્યો.સ્વામી પર તલવાર ફરવાની જરા યે વાર નહોતી.પણ સ્વામીએ ઉભા થઈને ઝપાટામાં પોતાનો પંજો પહોળો કરી રાવના હાથમાંથી તલવાર ઝાલી ઝુંટવી લીધી,અને તલવારની પીંછીને જમીન ઉપર ટેકવી, મૂઠ પર એક એવો દાબ દીધો કે ‘કડાક’ કરતા એ તલવારના બે ટુકડા થઈ ગયા. રાવનું કાંડું પકડીને સ્વામીએ કહ્યું, “કેમ, હવે હું ​તમારા પર પ્રહાર કરીને બદલો લઉં, એવી તમારી ઇચ્છા છે ખરી ?’રાવનું મોં ઝંખવાણું પડ્યું.’રાવ સાહેબ ! તમારા અત્યાચારથી ચીડાઈને હું તમારૂં બુરું ચિન્તવું નહિ. હું સંન્યાસી છું. જાઓ, પ્રભુ તમને સન્મતિ આપે !’તલવારના બંને ટુકડા સ્વામીએ દૂર ફગાવી દીધા. રાવ વિદાય થઈ ગયા. આ ઉગ્ર ઘટના બની તે વેળા પચાસ માણસો સ્વામી પાસે બેઠા હતા. તેઓએ એવો આગ્રહ કર્યો કે રાવને અદાલતમાં ઘસડવા જોઈએ. સ્વામીજી કહે કે ‘એ કદિ ન બને, એ બિચારા તો પોતાની ક્ષત્રિવટ ચૂકશે, પણ હું મારા બ્રાહ્મણત્વમાંથી શા માટે લથડું ?

- text