મોરબીના તબીબનું પુસ્તક ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત

- text


પુસ્તકને સત્યકથા વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ

મોરબી : મોરબીના ડો. સતિષ પટેલનું પુસ્તક ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થતા મોરબીનુ ગૌરવ વધ્યું છે.

મોરબી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે પણ સમૃદ્ધ છે અનેક કવિ લેખકોએ ગદ્ય અને પદ્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે,જેમાં ડો.સતિષ પટેલની કલમે લખાયેલ પુસ્તકો ‘સ્તનપાન: અધ્યાત્મ અને વિજ્ઞાન’, ‘બાળ ઉછેર બે હાથમાં’, ‘ઇતિ વાર્તા’, ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’, ‘પૂર્ણ વિરામ પછી..’ વગેરે પુસ્તકો વાંચવા લાયક છે.

- text

સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તકમાં ડૉક્ટરના આંતરજગતને આંદોલિત કરી મૂકે તેવી દર્દીઓનાં જીવનસંબંધી ઘટનાઓને શબ્દદેહ અપાયો છે. કેવળ દર્દીઓની વેદનાઓના જ નહીં પરંતુ ડૉક્ટરની સંવેદનાઓના સચોટ પડઘા જે પુસ્તકમાં ઝિલાયા છે, એ પુસ્તક એટલે ડૉ. સતિષ પટેલ રચિત ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સત્યકથા વિભાગમાં ‘સ્ટેથોસ્કોપનો ધબકાર’ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ થતા મોરબીના પંથકમાં સાહિત્યક્ષેત્રે વધુ એક છોગુ ઉમેરાયું છે. જે મોરબી માટે આનંદનો અવસર અને ગૌરવપ્રદ ઘડી છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

- text