ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન : બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા લોકોમાં રોષ

- text


તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી
મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની રાહ જોતું તંત્ર

ટંકારા : ટંકારા તાલુકાને લાંબા આરસા બાદ નવા અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા મળી છે. પણ તંત્રના અણઆવડતના પાપે હજુ સુધી આ મહત્વની સુવિધા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ છે. જેમાં તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં હજુ સુધી મોરબીથી રાજકોટ જતી એકપણ બસ ન આવતા લાંબા આરસા બાદ મળેલી સુવિધા હજુ સુધી લોકભોગ્ય બની નથી. હજુ પણ બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશનો તંત્ર રાહ જોઈ રહ્યું છે.

ટંકારામાં વર્ષો પછી એક નવું અને સારું બસ સ્ટેન્ડ બન્યું છે અને તાજેતરમાં જ રાજ્યકક્ષાના મંત્રીઓ અને સાંસદના હસ્તે આ બસ સ્ટેન્ડને જાહેર સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવું એટલે બસ સ્ટેન્ડ ધમધમતું થઈ જવું જોઈએ અને બસ સ્ટેન્ડમાં બસોની આવગમન પણ શરૂ થઈ જવી જોઈએ પણ આવું હજુ સુધી થયું નથી. બસ સ્ટેન્ડ ખુલ્લું મકાયાને ખાસ્સો સમય વીત્યો હોવા છતાં આ બસ સ્ટેન્ડમાં હજુ સુધી મોરબી તરફથી એકપણ બસ આવતી નથી. અગાઉની જેમ જ હજુ બધી બસો બરાબર જ રવાના થઈ જાય છે.

- text

જો હજુ સુધી બસ સ્ટેન્ડમાં બસો આવતી ન હોય તો જાહેર સુવિધાઓ માટે ખુલ્લું મુકવાનો શુ અર્થ ? તેવો વેધક સવાલ સાથે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ બાબતે મોરબી એસટી ડેપો મેનેજરને પૂછતાં તેમણે આ અંગે ઉપરથી કોઈ નિર્ણય ન આવ્યો હોય અને રાજકોટ ડિવિઝન તરફથી આદેશની રાહ જોતા હોય એવો હાસ્યસ્પદ જવાબ આપ્યો હતો. બીજી તરફ હજુ બસ સ્ટેન્ડમાં બસો ન આવતા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા આ મુદ્દે લડી લેવાની ચીમકી આપવામાં આવી છે. વર્ષો પછી કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી સુવિધા વેડફાતી હોય અને બસ સ્ટેન્ડમાં પણ હજુ સુધી કેન્ટીગ શરૂ ન થતા તેમજ સફાઈ કર્મચારીઓ પણ ન મુકાતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text