જોધપરના યુવક સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં ઉતીર્ણ

- text


મોરબી : મોરબીના જોધપર નદી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી સ્કૂલમાં નોકરી કરતા શિક્ષકના પુત્રે સીએની પરીક્ષા પાસ કરી છે.મોરબી જિલ્લામાં સર્વોત્તમ રીઝલ્ટ મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે

- text

તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ પરીક્ષામાં મોરબીના જોધપર નદી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી સ્કૂલમાં નોકરી કરતા શિક્ષકના પુત્રએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી છે.આ બદલ ગોસાઈ દેવેન્દ્રને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે ગોસાઈ દેવેન્દ્ર સી.એ.ફાઉન્ડેશનમાં ૭૦.૫૦ ટકા માર્ક્સ સાથે મોરબી જિલ્લામાં સર્વોત્તમ રીઝલ્ટ મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે

- text