મોરબીના બે વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ

- text


જનતા ક્લાસીસના છાત્રોએ મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના જનતા ક્લાસીસના C.B.S.E. અને G.S.E.Bના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશનમા પ્રથમ પ્રયત્ને પાસ થયા છે.

મોરબી શહેરમા પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસ દ્વારા પ્રતિ વર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જવામા આવે છે ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧ ના ધો. 12th C.B.S.E & G.S.E.B ના વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશનની પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

મોરબી જનતા ક્લાસીસના 12th C.B.S.E.ના વિદ્યાર્થી ફુલતરીયા હર્ષ રમેશભાઈ તથા G.S.E.B ના વિદ્યાર્થી સાયકલવાલા હુસૈન મુર્તુઝાભાઈની આ અનેરી સિદ્ધિ બદલ ક્લાસીસના સંચાલક પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text