મોરબી સિવિલ હોસ્પિટલમાં MRI મશીન મુકવા તથા બંધ પડેલ સીટી સ્કેન મશીન ચાલુ કરવા માંગ

- text


મોરબી : મોરબીની સરકારી દવાખાનામાં એમ.આર.આઈ. મશીન મુકાવવા તથા દવાખાનામાં લાંબા સમયથી બંધ પડેલ સીટી સ્ટેન મશીન ચાલુ કરાવવા ગુજરાત પ્રદેશ કૉંગેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા માંગણી કરાઈ છે.

- text

તેમણે રજુઆતમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં જરૂરતમંદ દર્દીઓને એમ.આર.આઈ. કરાવવા માટે ખાનગી સેવા લેવી પડે છે જે ખૂબ જ મોંઘી છે. સાથે રમેશ રબારીએ ટકોર કરી હતી કે લોકોની સેવા માટે ભાજપમાં જોડાયેલા મંત્રી મેરજાએ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરી મોરબી–માળિયાની જનતા માટે આ બહુ ઉપયોગી સેવા તુરત ચાલુ કરવી જોઈએ. તેઓ જાણે જ છે કે, સીટી સ્કેનની કેટલી ઉપયોગી સેવા છે જે ખાનગી દવાખાનામાં ભારે મોંઘી પડે છે અને દર્દીઓને જયાં ત્યાં ભટકવું પડે છે. ત્યારે ઉપર જણાવેલ સુવિધા તાકીદે શરૂ કરવાની માંગણી કરાઈ છે.

- text