માળીયાની નાગડાવાસ ગ્રામ પંચાયતના ભવનનું ખાતમૂહુર્ત કરાયું

- text


મનરેગા યોજના અંતર્ગત ભવનનું નિર્માણ થશે : કાર્યક્રમમાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિ

માળીયા (મી.) : મોરબી-માળીયાના ધારાસભ્ય (શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ) રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ગઈકાલે મનરેગા યોજના અંતર્ગત ૧૩.૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર નાગડાવાસ ગ્રામ પંચાયત ભવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.નાગડાવાસ ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ ક્રાર્યક્રમમાં મંત્રીના હસ્તે આસપાસના ગામોના નવા ચૂંટાયેલા સરપંચો તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કરોનું કોરોનાની વિશેષ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

 

ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમૂહુર્ત પ્રસંગે યોજાયેલ સમારંભમાં સભાને સંબોધન કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે.ત્યારે ગામડાઓ વધુ સુવિધા સભર બને તે માટે ૧૩.૪૮ લાખના ખર્ચે નવું પંચાયત ભવન નિર્માણ પામશે.આ સાથે જ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ ગામના ખેડૂતો,માલધારીઓના ઢોર માટે પશુ દવાખાનાના નિર્માણ માટે પ્રક્રિયા આરંભ કરવામાં આવ્યો હોવાનું જણાવી આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરને અપગ્રેડ કરી નવા પ્રસુતીગૃહ પાંચ લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી નિર્માણ થશે તેવી પણ જાહેરાત કરી હતી.

- text

ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો જયંતિભાઇ પડસુંબીયા,પ્રવિણભાઇ સોનગ્રા,અજયભાઇ લોરિયા અને હર્ષદભાઇ પાંચોટીયા,અરવિંદભાઇ વાંસદડીયા,જસંગભાઇ હુંબલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીતાબેન જોષી,તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટેચા,મામલતદાર હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text