વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો લડતના મૂડમાં

- text


 

વાંકાનેર: વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે.

શિક્ષકોના જણાવ્યા મુજબ ટીપીઈઓએ શાળાની મુલાકાત લઈ અવનવી 60 પ્રકારની કવેરી કાઢી હતી. જેનો જવાબ શિક્ષકોએ રૂબરૂ તાલુકા પંચાયતે આવીને ટીપીઈઓને જ કરવો, અન્ય કોઈને જાણ ન કરવી આવી ધમકી પણ આપી હતી.

આ ઉપરાંત ઉ.પ.ધો.ની દરખાસ્તો અગાઉના વખતમાં તાલુકા પંચાયતમાં રજૂ થતી.એવા જ પત્રકોમાં રજૂ કરી હોવા છતાં શિક્ષકોને નોટિસો આપી અને જવાબ રૂબરૂ આપવાની કડક સૂચનાઓ આપી હતી. આવી માહિતી કેવી રીતે આપવી?ક્યાં ફોર્મેટમાં આપવી? એની સમજ આપ્યા વગર શિક્ષકો જાણે ગુનેગાર હોય એવું ટીપીઈઓ દ્વારા વર્તન કરવામાં આવે છે.

વળી,હમણાં ટીપીઈઓએ તમામ શાળામાંથી છેલ્લા પાંચ વર્ષના શિક્ષકોના હાજરી પત્રક મંગાવી,શિક્ષકોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય શરૂ કર્યું છે.

- text

ઉપરોક્ત બાબતે ટીપીઈઓને શિક્ષકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા અટકાવવા શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ બે વખત મળીને રજુઆત કરી હતી. છતાં તેઓ સમજ્યા નથી. અને શાળાની મુલાકાત લેવાનો સિલસિલો અને શિક્ષકોને ધમકાવવાનું કામ ચાલુ જ રાખ્યું છે.

આવી બધી બાબતોથી શિક્ષકોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યો છે.જો ટીપીઈઓ દ્વારા આવું જ નકરાત્મક વલણ રહેશે તો આગામી દિવસોમાં શિક્ષકો દ્વારા લડતના મંડાણ કરવામાં આવશે. તેવી અંતમાં શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે.

- text