મોરબીમાં વિદ્યાસહાયકની ભરતી માટે અરજી સ્વીકારવામાં આવશે

- text


 

મોરબીઃ રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાસહાયકની ઘટની જગ્યા માટેની ભરતીની અરજી સ્વીકારવામાં આવશે.

મોરબી જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે ઘટની જગ્યા માટેની વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવનાર છે. આ માટેની અરજી કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે. ભરતી અરજી સ્વીકાર કેન્દ્રની વાત કરીએ તો, ઉમેદવારો પોતાની અરજી તારીખ 5 ફેબ્રુઆરી, 2022 થી 14 ફેબ્રુઆરી 2022 તથા સામાન્ય જગ્યા માટેની અરજી તારીખ 7 ફેબ્રુઆરી 2022 થી 16 ફેબ્રુઆરી 2022 સુધીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે રૂમ નંબર 127 તથા રૂમ નંબર 129માં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આપી શકશે. રજાના દિવસે અરજી સ્વીકારવામાં નહીં આવે.

- text

અરજી જમા કરાવવા આવનાર વ્યક્તિઓ પોતે જ આવવાનું રહેશે તથા જિલ્લાની વ્યવસ્થાને અનુસરી ટોકન મેળવી કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને અરજી જમા કરાવવાની રહેશે. જેમાં ધોરણ 1 થી 5 માટેની અરજીઓ રૂમ નંબર 127 અને ધોરણ 6 થી 8 માટેની અરજીઓ રૂમ નંબર 129માં સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લાના કંટ્રોલ નંબર- 02822- 299106 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text