કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


 

મોરબીના જાહેર માર્ગો ઉપર કેન્સર સામે જાગૃતિ આવે તે માટે બેનરો સાથે ફરીને લોકોને જાગૃત કર્યા

મોરબી : મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વિશ્વ કેન્સર ડે નિમિતે લોકો આ જીવલેણ બીમારીથી બચે તે માટે તેમને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો શહેરના જાહેર વિસ્તારોમાં ફરીને બેનેરો પ્રદર્શિત કરીને લોકોમાં કેન્સર સામે જાગૃતિ લાવી ખાસ કરીને યુવાવર્ગ આ જીવલેણ બીમારીથી બચે તે માટે યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.

- text

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ કેન્સર ડે નિમિતે કેન્સર વિરોધી જનજાગૃતિ અભીયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી પ્રાણઘાતક બીમારીથી લોકો બચે તેમજ જે લોકો નિયમિત વ્યસન કરતા હોય તે વ્યસનથી દુર રહે અને કેન્સરથી બચે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરો દ્વારા કેન્સર વિરોધી પોસ્ટર સાથે શહેરભરમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નવા બસસ્ટેન્ડ, શનાળા રોડ, ઉમિયા સર્કલ, બાયપાસ, ભક્તિનગર સર્કલ, સ્કાઈ મોલ, વીસી ફાટક, નટરાજ ફાટક સહિતના જાહેર વિસ્તારોમાં કેન્સર સામે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું. સાથેસાથે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાતા યુવાનો આ મહારોગથી દુર રહે તે માટે તેમને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.

- text