મોરબી જેતપર રોડ ઉપર સંજયને શુરાતન ચડ્યું : ટ્રક ચાલકને હેલ્મેટ અને ધોકા ફટકાર્યા

- text


રોડ ઉપર આપમેળે પડી ગયેલા સંજયે મળતિયાઓને બોલાવી રાજસ્થાની ટ્રક ચાલકને ધોકાવતા ફરિયાદ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર બે ટ્રક વચ્ચે બાઈક લઈને જઈ રહેલો સંજય નામનો યુવાન આપમેળે પડી ગયા બાદ પાછળ આવતા ટ્રક ચાલકને વિના કારણે હેલ્મેટ એન લાકડાના ધોકા વડે મળતિયાઓની મદદથી ધોકાવી નાખતા રાજસ્થાની ટ્રક ચાલકે મોરબી તાલુકા પોલીસ મથકમાં સંજય પટેલ અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજસ્થાનથી મટીરીયલ ભરી મોરબી જેતપર રોડ ઉપર જઈ રહેલા રાજસ્થાની ટ્રક ચાલક અજરૂદ્દીન સુમરતખાનની આગળ જઈ રહેલ સંજયભાઇ જશમતભાઇ પટેલ આપમેળે રોડ ઉપર પડી જતા ટ્રક ચાલક અજરૂદ્દીન સુમરતખાન બ્રેક મારી ઉભો રહી ગયો હતો આમ છતાં સંજય પટેલને શૂરાતન ચડતા ટ્રક ચાલકને નીચે ઉતારી મારા બાઇકમાં તે નુકશાન કર્યું છે. પૈસા આપવા પડશે કહી ટ્રક ચાલક પાસે પોતાનું બાઈક ઢસડાવી બાજુમાં આવેલ આર્કોટ કારખાના લઈ ગયો હતો જ્યાં બે મળતિયાની મદદથી ટ્રક ચાલક અજરૂદીનને હેલ્મેટ, લાકડાના ધોકા અને ગળદા પાટુ માર્યા હતા.

- text

બાદમાં ટ્રક ચાલકે નુકશાનીના પૈસા આપવા કહેવા છતાં પણ મારુ નામ સંજય જસવંત પટેલ કહી માર મારવાની ચાલુ રાખતા ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટર મયુરસિંહને ફોન કરતા મયૂરસિંહે 112માં ફોન કરી પોલીસને મોકલી ટ્રક ચાલકને સંજયની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. ઘટના અંગે રાજસ્થાની ટ્રક ચાલકની ફરિયાદને આધારે સંજયભાઇ જશમતભાઇ પટેલ અને બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે બાઈક નંબરને આધારે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી. પી. એકટ કલમ- ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text