મોરબીમાં લાયન્સ કલબ અને સેવી સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

- text


ટ્રેનિંગના અંતે શિક્ષકોને પ્રમાણપત્ર અર્પણ કરાયા

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી,સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કીડજી પ્રી સ્કૂલ દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગમાં જોડાયેલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.આ બે દિવસ વર્કશોપનું આયોજન સંપન્ન થયું હતું.

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવામાં આવી હતી.ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા ટ્રેનિંગ આપવામાં આવી હતી.ભારતના ભવિષ્યનું વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જે આયોજન સંપન્ન થયો છે.

TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી,લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા,રીજીયન ચેરપર્શન રમેશભાઈ રૂપાલા,ઝોન ચેરપર્શન તુષારભાઈ દફતરી,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,સેવી ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી લાયન બિરેનદ્રસિંહ રાઠોડ,સ્કૂલના પ્રિન્સિપાલ બીનાબા રાઠોડ,વૈશાલીબેન ત્રિવેદી,શ્રેયસ વિદ્યાલયના ટ્રસ્ટી ધીરુભાઈ પિત્રોડાઆચાર્ય જ્યોતિબેન સોલંકી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ બન્ને સ્કૂલના શિક્ષકોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આપી હતી.ટ્રેનિંગમાં જોડાયેલા 36 જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.અતિથિ વિશેષ તરીકે પધારેલ એ ડિવિઝન પોલીસ પિયુતાબેન પટેલે નારી સુરક્ષા અંતર્ગત મહિલાઓને ગુજરાત સરકાર,પોલિસ ખાતા દ્વારા મળતા રક્ષણો,કાયદો અને વ્યવસ્થા બાબતે માહિતી પૂરી પાડી હતી.

- text

આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ બન્ને સ્કૂલ દ્વારા એ-ડિવિઝન પોલીસ પીયુતાબેન પટેલ તેમજ સમાજ સેવિકા હશીનાબેન અને યુવા આર્મી ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ લતાબેનને મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું.ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન સેવી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક જીનલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text