વાંકાનેરના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

- text


 

મોરબી : મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાકાનેર સીટી પો.સ્ટે. તથા ચોટીલાના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઇ ભરતભાઇ કુકવાવા ઉ.વ.૨૦ રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર હાલ રહે.બાવળા, શાંતિકળસ સોસાયટી જી.અમદાવાદ વાળાને સાયલા બાયપાસથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે સોંપેલ છે. આ કામગીરીમા એમ.આર.ગોઢાણીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એલ.સી.બી મોરબી તથા પો.સબ ઇન્સ. એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કેલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, રણવિરસિંહ જાડેજા રોકાયેલ હતા.

- text