વાંકાનેરના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી પાડતી એસઓજી

- text


 

મોરબી : મોરબી એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પીટુભાઇ ખોડાભાઇ કટુડીયા ઉ.વ.૩૦ રહે.ગઢાદ તા.મુળી જી.સુરેંદ્રનગર વાળો વાંકાનેરના ચંદ્રપુર પાસેથી મળી આવતા મજકુરને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના હેડ કોન્સ. રસિકભાઇ કડિવાર, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર અને કોન્સ.ભાવેશભાઈ મીયાત્રા રોકાયેલ હતા.

- text