મોરબીમાં 20 વર્ષના રીઢા બાઇક ચોરને પકડી પાડતી એલસીબી : પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો

- text


 

છેલ્લા એકાદ વર્ષમાં બી ડિવીઝન વિસ્તારમાં ત્રણ તથા તાલુકા પોલીસ મથક વિસ્તારમા બે બાઇકની ચોરી કરી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબી એલસીબી ટીમે રીઢા બાઇક ચોરને ઝડપી પાડ્યો છે. આ 20 વર્ષના બાઈકચોરે છેલ્લા એક વર્ષમાં બી ડિવીઝન વિસ્તારમાં ત્રણ બાઇક તથા તાલુકા પોલીસ મથક વિસ્તારમા બે બાઇક મળી કુલ પાંચ બાઇકની ચોરી કરી હોવાનું ખુલ્યું છે.

અક્ષય રાજેશભાઇ કોપરણીયા ઉવ.૨૦ રહે.હળવદ GIDC પાસે GEB સબ સ્ટેશન પાછળ ઝુંપડામાં
તા.હળવદ જી.મોરબી મુળ રહે. ઘનશ્યામગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક નંબર પ્લેટ વગરના હીરો પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પકડી મોટર સાયકલને લગતા કાગળો માંગતા સંતોષકારક જવાબ નહી આપતા વિશેષ પુછપરછ કરતા અલગ અલગ જગ્યાએથી કુલ-૫ મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય જે ચોરીમાં ગયેલ મુદામાલના મોટર સાયકલો નંગ-૦૫ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ના રીકવર કરી મોટર સાયકલો ચોરી કરનાર આરોપી તથા મુદામાલ મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. તરફ આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.

- text

આમ છેલ્લા એકાદ વર્ષથી મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે.ના ત્રણ તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના બે ગુના મળી મોટર સાયકલ ચોરીઓના કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં મોરબી એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે. ચોરી કરેલ બાઇકની વિગત જોઈએ તો કાળા કલરનું હિરો પ્લેન્ડર પ્લસ રેડ બ્લ પટ્ટા વાળુ મોટર સાયકલ એન્જીન નં. HA10AGH5G19049 કિ.રૂ.૨૫,૦૦૦/ વાળ ત્રણેક માસ પહેલા મોરબી મહેન્દ્રનગર સમર્પણ હોસ્પી પાછળ, સોસાયટી માંથી ચોરી કરેલ છે. કાળા કલરનું હિરો પ્લેન્ડર પ્લસ સિલ્વર પટ્ટા વાળુ મોટર સાયકલ એન્જન નંબર HA10EWF4F12622 તથા ચેસીસ નંબર MBLHA10EWF12324 કિ.રૂ.૨૦,૦૦૦/ વાળુ બે મહિના પહેલા મોરબી તાલુકાના આદરણા ગામથી ચોરી કરેલ છે. કાળા કલરનું હિરો પ્લેન્ડર પ્લસ રેડ બ્લ પટ્ટા વાળુ મોટર સાયકલ એજીન નંબર HA10AFJ5Ko0305 તથા ચેસીસ નંબર MBLHA7170J5K00319 કિ.રૂ.૨૫,૦૦૦/ વાળુ વીસેક દિવસ પહેલા મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાંથી ચોરી કરેલ છે. કાળા કલરનું હિરો પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એજીન નંબર HA10EFAHJ14152 તથા ચેસીસ નંબર MBLHA10EZAHJ59525 કિ.રૂ.૧૫,૦૦૦/ વાળુ દશેક મહિના પહેલા મોરબી મહેન્દ્રનગર ગામની સોસાયટીમાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે. કાળા કલરનું સિલ્વર પટ્ટા હિરો પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ એજીન નંબર HA10EJDHF35206 તથા ચેસીસ
નંબર MBLHA10ALDHF12899 કિ.રૂ.૧૫,૦૦૦/ વાળ નવેક મહિના પહેલા મોરબી મહેન્દ્રનગર ગામ નજીક સોસાયટી માંથી ચોરી કરેલ છે.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એલ.સી.બી. તથા પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એ.ડી.જાડેજા એલ.સી.બી.મોરબી તથા ASI પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કેલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા, તથા HC દિલીપભાઇ ચૌધરી, ચંદુભાઇ કાણોતરા, પૃદ્ધિાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, નિરવભાઇ મકવાણા, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, ચન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, Pc ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, બ્રિજેશભાઇ કાસુંદ્રા દશરથસિંહ ચાવડા, પરાક્રમસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, બકુલભાઈ કાસુન્દ્રા રોકાયેલ હતા.

- text