મોરબીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 96 બોટલ પકડાઈ

- text


 

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાંથી રૂ. 36000ની કિંમતનો 9ઉ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રેમજી ઉર્ફે પ્રેમલો તેજાભાઇ દેગામા ઉ.વ.૩૦ રહે.મોરબી નવલખી રોડ યુમનાનગર-૨ શેરી નં-૪ મોરબી વાળો એપલ હોસ્પિટલની બાજુમાં આવેલ પોતાના કબજા ભોગવટાના ભાડાના કારખાનામાં ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર વન સુપીરીયર ડીલકસ વ્હીસ્કી 750 એમ.એલ.ની કાચની બોટલ નંગ-96 જેની કિ.રૂ.36000 નો મુદામાલ કબ્જે કરી પોતાના કબ્બા ભોગવટાના કારખાનામાં હાજર નહી મળી આવેલ આરોપી સાગર કાંતીલાલભાઇ પલાણ રહે.મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાછળ તથા ઇમરાન હિંગળોજા રહે.મોરબી વીશીપરા વાળા સામે ગુનો નોંધ્યો છે.

- text

આ કામગીરીમાં જે.એમ.આલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર, અરજણભાઇ ગરીયા, હશમુખભાઇ પરમાર સહિતના રોકાયેલ હતા.

- text