મોરબીમાં કન્યા છાત્રાલય રોડ સહિતના વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત

- text


 

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ, જીઆઇડીસી મેઈન રોડ અને ચિત્રકૂટ ચોક સહિતના વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત બન્યા છે. આ વિસ્તારોમાં ગટરના પાણી વરસાદી પાણીની જેમ ફરી વળ્યાં છે. જેથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ પ્રશ્ન છેલ્લા ઘણા દિવસથી છે. પાલિકા આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text