મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

- text


મોરબીમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ રહે હાલ. રણછોડનગર, તા.જી.મોરબી મૂળ રહે. પિર્તમપુર ગામ કુટી વિસ્તાર તા.જી.ધાર (એમ.પી.) વાળાની આજે મયુર બ્રિજ પાસે આવેલ કેસરબાગ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલ, પીએસઆઈ એલ.એન.વાઢીયા, પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, ભગવાનજીભાઇ ખટાણા, વનરાજભાઇ ચાવડા તથા પો.કોન્સ. ભગીરથભાઇ લોખીલ, ધર્મેદ્રભાઇ રાંકજા, રમેશભાઇ મુંધવા, પ્રદિપસિંહ ઝાલા, કીર્તીસિંહ જાડેજા, કલ્પેશભાઇ ગાંભવા, કેતનભાઇ અજાણા, ઇકબાલભાઇ સુમરા, ભરતભાઇ ખાંભરા, દેવશીભાઇ મોરી, ચંદ્રસિંહ પઢીયાર સહિતના રોકાયેલ હતા.

- text