હીરાસરી માર્ગના સમારકામમાં નબળી ગુણવત્તાનો માલ વપરાતો હોવાની રાવ

- text


અગ્રણી દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે.રોડ બનાવવામાં લોટ પાણીને લાકડા જેવું કામ કરવામાં આવે છે.આ પહેલા જયારે આ રોડનું કામ થયેલ ત્યારે પણ ખુબ જ નબળું કામ થયેલ હતું.જેના કારણે ખુબજ ઓછા સમયમાં રોડનું રીપેરીંગ કરવાની ફરીથી જરૂર પડી છે.પબ્લિકના ટેક્ષ દ્વારા સરકારમાં જમા થયેલ પૈસાનું વળતર જે મળવું જોઈએ તે મળ્યું નથી.તેથી રોડ બનાવવામાં થતી બેદરકારી દૂર નહીં થાય તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને આંદોલનની ચીમકી આપી છે.

મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલી રહ્યું છે.આ રોડના કામની સ્થળ મુલાકાત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ લેતા કામ ખુબ જ નબળી ગુણવતાનું થઇ રહ્યાનું માલુમ પડેલ હતું.સ્થળ ઉપરના કોન્ટ્રાકટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટની નકલ ઉપલબ્ધ ન હતી.રોડની ચાલતી સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું.લોકોને ચાલવા માટે રોડના ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી.કોઈ સાઈન બોર્ડ પણ મારવામાં આવેલ ન હતા .

- text

આ ચાલી રહેલ કામમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું છતાં નાખવામાં આવી રહ્યું હતું.જેથી હાલમાં ચાલી રહેલું કામ ખુબ જ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું હતું.સિમેન્ટ કોન્ક્રેટને પાણી છાંટવામાં બેદરકારી જોવામાં આવી હતી.જો આવું જ કામ ચાલતું રહેશે તો આ રોડ ખુબ જ ટુંકાગાળા રોડ તૂટી જશે.લોકો દ્વારા ટેક્ષના ભરેલા પૈસાથી બનેલ આ રોડ બીજી વાર પણ નબળો બનશે.

આ કામ યોગ્ય રીતે થાય તેમજ સાઈટ પર એન્જીનીયર સતત દેખરેખ રાખે,નિયમિત હાજર રહે,સેમ્પલો લેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને અપીલ કરી હતી.જો આવું કરવામાં નહિ આવે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી આપી છે.

- text