વાંકાનેરની એલ.કે.સંઘવી વિદ્યાલયમાં સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની એલ.કે.સંઘવી વિદ્યાલયમાં સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સહયોગથી વિદ્યાર્થી બહેનોને સાઇબર ક્રાઈમ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન જાનીએ વાંકાનેર પોલીસ સ્ટેશન અને ગુજરાત સાઇબર ક્રાઇમના વોલેન્ટિયરનો આભાર માન્યો હતો.

- text

વાંકાનેરની એલ.કે.સંઘવી વિદ્યાલયમાં ગત તા.2ના રોજ સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો.જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સહયોગથી કાર્યક્રમમાં મહેશ્વરી જીગ્નેશભાઈ વસંતકુમાર દ્વારા વિદ્યાર્થી બહેનોને સાઇબર ક્રાઈમ અને તેના પ્રકાર વિશે માહિતી આપી હતી.સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેમજ તેમાં કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી તેના વિશે જણાવેલ હતું.કાર્યક્રમના અંતમાં પ્રધાનાચાર્ય દર્શનાબેન જાનીએ વાંકાનેર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત સાઇબર ક્રાઇમના વોલેન્ટિયર જીગ્નેશભાઈનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં નોડલ ઓફિસરની કામગીરી સેજલબા ચુડાસમાએ સંભાળી હતી.શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સાયબર જાગૃતિ માટે સમજને વધારવામાં આવશે તે બાબતની ખાતરી પ્રધાનાચાર્ય દર્શનાબેન તેમજ આચાર્ય બહેનો દ્વારા આપવામાં આવી.

- text