600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પંજાબથી ભોલા શૂટર નામના શખ્સની ધરપકડ

- text


 

કોર્ટે શખ્સના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

મોરબી : મોરબીના ઝીઝુડા ગામે એટીએસની ટીમે પકડાયેલા 600 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં એટીએસે 13 શખ્સોની ધરપકડ કર્યા બાદ પંજાબથી વધુ એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

રાજ્યની એટીએસ ટીમે થોડા સમય પહેલા જ મોરબીના ઝીઝુડા ગામેથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ 600 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં એટીએસ દ્વારા અત્યાર સુધીમાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એટીએસે પંજાબમાંથી ભોલા શૂટર નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ ડ્રગ્સના જથ્થાને લેવા-પહોંચાડવાની કામગીરીમાં સંડોવાયેલ હતો. આ શખ્સને કોર્ટના રજૂ કરતા કોર્ટે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આ કેસની વધુ તપાસ એટીએસના પીઆઇ જાદવ ચલાવી રહ્યા છે.

- text