માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ઉત્સાહભેર યોજાયો

- text


વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા

માળીયા (મી.) : માળીયા તાલુકાકક્ષાનો કલા મહાકુંભ-2022 મોડેલ સ્કૂલ – મોટી બરાર ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી – મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મી.) તાલુકાકક્ષાના કલા મહાકુંભ -2022ની ઉજવણી મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે કરવામાં આવી હતી. જેમાં માળીયા તાલુકાની શાળાઓના કુલ 22 વિદ્યાર્થીઓએ ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન અને એકપાત્રીય અભિનય સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.

વકતૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં શુક્રમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની તેજસ્વી કાનગડ પ્રથમ નંબરે અને મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની બોરિચા નેન્સી દ્વિતીય નંબરે વિજેતા થઇ છે. 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ખડોલા વંશિકા પ્રથમ નંબરે વિજેતા થઇ છે.

ચિત્રકામ સ્પર્ધામા 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ઝાલા ઉર્વશી પ્રથમ નંબરે અને શુક્રમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ખડોલા માનસી દ્વિતીય નંબરે તથા મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ચાવડા શ્રુતિ તૃતીય નંબરે વિજેતા થઇ છે. 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની નર્મદા ઝાલા પ્રથમ નંબરે,રાઠોડ સુરતી દ્વિતીય નંબરે,ઝાલા પ્રિયંકા ત્રીજા નંબરે વિજેતા થઇ છે.

નિબંધ લેખન સ્પર્ધામાં 6 થી 14 વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની માનસી કુબાવત પ્રથમ નંબરે,સરવૈયા નંદની દ્વિતીય નંબરે,ડાંગર ધરતી તૃતીય નંબરે વિજેતા થઇ છે. 15 થી 20 વર્ષની ઉંમરના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર અવની પ્રથમ નંબરે, ડાંગર નિલમ દ્વિતીય નંબરે, ડાંગર યશ્વી તૃતીય નંબરે વિજેતા થઇ છે.

એકપાત્રિય અભિનયમાં 6 થી 14 વર્ષના ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં શુક્રમણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કાનગડ ધ્રુવિશા પ્રથમ નંબરે, બોરિચા દર્શના દ્વિતીય નંબરે વિજેતા થઇ છે. 15 થી 20 વર્ષના વિભાગમાં મોડેલ સ્કૂલ-મોટી બરારની વિદ્યાર્થિની ડાંગર પ્રાંજલ પ્રથમ નંબરે, બાલાસરા બંસી દ્વિતીય નંબરે વિજેતા થઇ છે. તમામ વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વીડજા આચાર્ય મોડેલ સ્કૂલ – મોટીબરાર અને તેમના શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય અને મોડેલ સ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ સહયોગ અને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમને શુભેચ્છા આપવા માટે અને સફળ બનાવવા માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતીબેન અંતાણી, તજજ્ઞ નિર્ણાયક ડૉ.નિરવભાઈ રાવલ તથા રૂપેશભાઈ પરમાર ‘કવિ જલરૂપ’ હાજર રહ્યા હતા.

- text

કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા ડી.એસ.ગરાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અંતે વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ માળીયા તાલુકાનું નામ રોશન કરવા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શુક્રમણી શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- text