મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ કરાઈ

- text


બી ડિવિજન પોલીસ કાફલાએ સામાકાંઠા વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું

મોરબી : મોરબીમાં આજે સવારે એ ડિવિઝન પોલીસ બાદ સાંજે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં બી ડિવિજન પોલીસ કાફલાએ સામાકાંઠા વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું હતું.

- text

મોરબીમાં ધંધુકાની ઘટનાને લઈને કરવામાં આવતા વિરોધ પ્રદર્શનોને પગલે કાયદો અને વ્યવસ્થા અને શાંતિનો માહોલ જળવાઇ રહે તે માટે આજે સાંજે બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતના પોલીસ કાફલાએ સામાકાંઠા વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું હતું. સામાકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ, નટરાજ ફાટક , વિશિપરા, રણછોડનગર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી.

- text