મોરબી જિલ્લામાં આજે 116 કેસ, એક્ટિવ કેસનો આંક ઘટીને 831 થયો

- text


જિલ્લામાં 254 દર્દીઓ સાજા થયા : 97 કેસ મોરબી તાલુકાના, બાકીના 19 અન્ય ચાર તાલુકાના

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના 116 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 831 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1437 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 116 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 254 દર્દીઓ રિકવર પણ થયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 831 થયો છે.

- text

1 ફેબ્રુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 44
મોરબી શહેર : 53
વાંકાનેર ગ્રામ્ય : 03
વાંકાનેર શહેર : 01
હળવદ ગ્રામ્ય : 03
હળવદ શહેર : 01
ટંકારા ગ્રામ્ય : 08
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 03
માળિયા શહેર : 00
કુલ : 116

1 ફેબ્રુઆરી, મંગળવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 191
વાંકાનેર તાલુકા : 22
હળવદ તાલુકા : 13
ટંકારા તાલુકા : 21
માળિયા તાલુકા : 07
કુલ ડિસ્ચાર્જ : 254

- text