છેલ્લા પાંચ વર્ષથી બજેટમાં મોરબીને અન્યાય ! સિરામીક ઉદ્યોગની હવામાં લટકતી માગણીઓ

- text


નેચરલ ગેસને વેટને બદલે જીએસટીમાં સમાવી પ્રમોશન કાઉન્સિલ આપવાની વારંવારની માંગ અનદેખી : સિરામીક, કલોક અને ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગને કેન્દ્રીય બજેટમાં અન્યાય

મોરબી : ઉધોગનગરી મોરબીને છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્રીય બજેટમાં અન્યાય થઈ રહ્યો છે. જેમાં સૌથી મોટા સીરામીક ઉધોગ, કલોક ઉધોગ, પેપરમિલ ઉધોગ અને ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગ માટેની બજેટમાં એકપણ પ્રોત્સાહક નીતિઓ જાહેર થઈ નથી. છેલ્લા પાંચ વર્ષથી સિરામીક ઉદ્યોગની માંગ હવામાં લટકી રહી છે. નેચરલ ગેસને વેટને બદલે જીએસટીમાં સમાવી પ્રમોશન કાઉન્સિલ આપવાની વારંવારની માંગને નજરઅંદાજ કરવામાં આવે છે.

મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મોરબીના સીરામીક ઉધોગની અલગ અલગ મંગણીઓ છેલ્લા પાંચ વર્ષમાં સંતોષાઈ જ નથી.
જેમાં નેચરલ ગેસને વેટની જગ્યાએ જીએસટીમાં સમાવવા તેમજ રોડ સહિતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સીરામીક ઉંઘીગને પ્રમોશન કાઉન્સિલ આપવાની ત્રણ મુખ્ય માંગણીઓનો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રિય બજેટમાં અનાદર થયો છે. આ ઉપરાંત ઘડિયાળ ઉધોગની માંગણીઓ પણ અધરતાલ જ રહી છે.

ક્લોક ઇન્ડસ્ટ્રીઝ એસી.ના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ઘડિયાળ ઉધોગની 80 ટકા ડિમાન્ડ ઘટીને તળિયે પહોંચી ગઈ છે. જેનું મુખ્ય કારણ એ છે કે, હાલ કોરોનાની ગાઈડલાઈનના ચુસ્તપણે અમલને કારણે મોટા મોટા લગ્ન સહિતના પ્રસંગો રદ થયા હોવાથી ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલનો ધંધો પડી ભાગ્યો છે. ઘડિયાળ ઉધોગની મુખ્ય માગણી એ છે કે હાલ જીએસટી 18 ટકા ઘટાડીને 12 ટકા જીએસટી સ્લેબ રાખવામાં આવે. પણ કલોક ઇન્ડસ્ટ્રીઝની છેલ્લા ઘણાં વર્ષોની આ માંગણી કેન્દ્રીય બજેટમાં સાકાર થઈ જ નથી.

- text

જ્યારે પેપરમિલ ઉદ્યોગકાર વિપુલ કારોડીયાએ જણાવ્યું હતું કે, પેપર મિલ ઇન્સ્ટ્રીઝ પણ સારી રીતે વિકસી હોય હાલ 52 જેટલી પેપર મિલોનું અંદાજે 6 હજાર કરોડનું ટર્નઓવર છે. આથી પેપરમિલની ઇમ્પોર્ટનું સરળીકરણ કરવા, ડીપીડી અને આરએમસી કિલિયરિંગ ઝડપથી કરવા તેમજ પેપરને પ્રોત્સાહન મળે તેવી રાહતલક્ષી જોગવાઈની અપેક્ષા છે. જો કે સીરામીક, પેપરમિલ, ગીફ્ટ આર્ટિકલ , કલોક ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઉધોગોએ આ વખતે પણ બજેટમાં મોટી રાહતલક્ષી જોગવાઈની અપેક્ષા સેવી છે અને જૂની માગણીઓ દોહરાવી છે. ત્યારે આ વખતના બજેટમાં ઉધોગનગરી મોરબીને કોઈ મોટી રાહત થશે કે વર્ષોની જેમ અન્યાય સહન કરવાની નોબત આવશે તે જોવાનું રહ્યું.

- text