માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ

- text


પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા અને ઉપપ્રમુખ તરીકે એભલભાઈ ડાંગરની બિનહરીફ વરણી

મોરબી : માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી યોજાઈ હતી.જેમાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા અને ઉપપ્રમુખ તરીકે એભલભાઈ ડાંગરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

- text

માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ચૂંટણી અધિકારી અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદિય કે.આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જેમાં મગનભાઈ વડાવીયાના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે મનહરભાઈ બાવરવા અને ઉપપ્રમુખ તરીકે એભલભાઈ ડાંગરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં આરપીસી બૅંકના ડિરેક્ટર અમૃતલાલ વિડજા અને સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર અને હળવદ પ્રાંત કચેરીના ક્લાર્ક ડી.એલ.ડોડીયાની વિશેષ ઉપસ્થિતી રહી હતી. જ્યારે આ હોદેદારો સતત ત્રીજી ટર્મમાં બિનહરીફ ચૂંટાઈ આવતા માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

- text