મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આજે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ

- text


મોરબી : મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા આજે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવનાર છે.

મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા બેઘર અને કુટપાથ ઉપર રહેતા ગરીબોને બ્લેન્કેટ (ધાબળા) વિતરણ કરવાનો કાર્યક્રમ આજે તા. 1 ફેબ્રુઆરીને મંગળવારના રાત્રીના 09-45 કલાકે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મણીબેન વનેચંદ દોશી પરિવાર હસ્તે વર્ષાબેન ભરતભાઈ દોશી તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે.

- text

તો કલબના દરેક સભ્યોએ નરેશભાઈ કડેચાના ઘરે કાયાજી પ્લોટ શેરી નં. 6, સીટી મેડીકલવાળી શેરી, મોરબી ખાતે 9-45 કલાકે ભેગા થવા પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી હર્ષદભાઈ ગામી એ જણાવ્યું છે.

- text