અણીયારી ચોકડીએ મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાંખતી મોરબી એલસીબી

- text


નવ મોબાઈલ અને લેપટોપ સહિતના મુદ્દામાલ સાથે બે આરોપી પોલીસ ગિરફતમાં : બે કિશોર પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા

મોરબી : મોરબી તાલુકાના અણીયારી ચોકડીએ આવેલ મોબાઇલ ફોનની દુકાનમા પાંચેક દિવસ પહેલા થયેલ ચોરીના કિસ્સામાં એલસીબી ટીમે 9 ચોરાઉ મોબાઈલ અને લેપટોપ સહિત 36 હજારના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લઈ ચોરીમાં સંડોવાયેલ બે કિશોરને પણ ઓળખી કાઢ્યા હતા.

પાંચેક દિવસ પહેલા મોરબી તાલુકાના અણીયારી ચોકડી નજીક રાત્રીના સમયે મોબાઇલની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ મોબાઈલ લેપટોપની ચોરી કરતા એલસીબી ટીમ દ્વારા બાતમીદારોને કામે લગાડાતા આ ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા લેપટોપ ચાર ઇસમો વેચવા નીકળેલ હોવાનું અને પીપળી જી.ઇ.બી. નજીક હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી ટીમે જેતપર રોડ, પીપળી ગામની સીમમાંથી ચાર ઇસમોને પ્લાસ્ટીકની થેલી સાથે શંકાસ્પદ હાલતમા રોકી પુછપરછ કરતા તેમના કબ્જામાંથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-9 તથા એક લીનોવા કંપનીનું લેપટોપમળી આવતા મોબાઇલ ફોન, લેપટોપ બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તથા લેપટોપ અણીયારી ચોકડીએ આવેલ મોબાઇલ ફોનની દુકાનના શટર ઉંચા કરી દુકાન માંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી.

- text

ચોરીની આ ઘટનાને મૂળ મધ્યપ્રદેશ અને હાલ જેતપર રહેતા આરોપી સમીર ઉર્ફે સુમર તેરસીંગભાઇ અજનાર તેમજ મધ્યપ્રદેશ ધાર જિલ્લાના વતની અને હાલ લૂંટાવદર રહેતા મુકેશભાઇ હેમસીંગભાઇ ભુરીયાએ બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરના સાથ મેળવી ચોરી કરી હોય પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીને ઝડપી લઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને કિશોરને તપાસના કામે જરૂર પડ્યે હાજર રખાવવા તેઓના વાલી વારસને પરત સોંપી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, એ.એસ.આઇ.પી.એસ.ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા,ચંદ્રકાંતભાઇ વામજા, સંજયભાઇ મૈયડ, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઇ વાધેલા, ફુલીબેન તરાર, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, બીજેશભાઇ કાસુન્દ્રા સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, વગેરેએ કરી હતી.

- text