ધંધુકાના યુવાનના હત્યારાઓને સજા અપાવવા હળવદ તાલુકા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા આવેદન

- text


મૃતકના પરિવારને ન્યાય અપાવવા મુખ્યમંત્રીને સંબોધીને ઉચ્ચકક્ષાએ રજુઆત

હળવદ : ધંધુકા ખાતે થયેલ માલધારી સમાજના યુવાન કિશન ભરવાડ હત્યાના આરોપીને કડકમાં કડક સજા આપવા હળવદ તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપ્યું છે.યુવાનની જાહેરમાં હત્યા થયેલ હોવાથી સમગ્ર માલધારી અને હિન્દુ સમાજમાં રોષની લાગણી વ્યાપેલી છે.

- text

ધંધુકા ખાતે માલધારી સમાજના યુવાન કિશન ભરવાડની સરજાહેરમાં હત્યા થયેલ છે.જેના લીધે સમગ્ર માલધારી અને હિન્દુ સમાજમાં રોષની લાગણી વ્યાપેલી છે. આ હત્યાના આરોપીઓને ફોસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એક જ મહીનામાં કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા કરવામાં આવે.જેથી માલધારી સમાજના યુવાન કિશન ભરવાડના પરિવારને સમયસર ન્યાય મળે. તેવી માંગ સાથે હળવદ તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ ગોપાલભાઈ મશરૃભાઈ દોરાલા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

- text