મોરબીમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે પ્રથમ દિવસે 2336 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

- text


ટેકાના ભાવે રાયડો અને ચણા વેચાણ માટે રજીસ્ટ્રેશન શરૂ થતા જ ખેડૂતો ઉમટ્યા

મોરબી : આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતા જ મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 2336 ખેડૂતોએ ચણા વેચાણ માટે તેમજ 30 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

- text

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે ચણા, રાયડો સહિતની જણસોનું આજથી વીસીઇ મારફતે ગ્રામપંચાયતો ખાતેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે મોરબી જિલ્લામાં આજે પાંચેય તાલુકામાંથી કુલ 2336 ચણા વેચાણ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા આજે કુલ 4028 ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે જેમાં 30 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text