ટંકારા તાલુકા ‘આપ’ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફસફાઈ કરાઈ

- text


રાષ્ટ્રપિતાની પુણ્યતિથિ નિમિત્તે સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફસફાઈ કરવામાં આવી હતી.

- text

સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા લજાઈ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારમાં સાફસફાઈનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા, ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણી, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ, પ્રકાશભાઈ દુબરીયા, ઈમ્તિયાઝભાઈ ભટ્ટી તેમજ મહિલા પ્રમુખ દયાબેન મસોત તેમજ ગામના મહિલા કાર્યકરો જોડાયા હતા અને ગાંધીજી આદર્શ અનુસરીને તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

- text