મોરબી પંથકમાં વ્હેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ

- text


સવારે નોકરી-ધંધાર્થે નીકળતા લોકોને ભારે હાલાકી

મોરબી : મોરબી પંથકમાં વ્હેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે સવારે નોકરી-ધંધાર્થે નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

મોરબી પંથકમાં વ્હેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસના લીધે 10 મીટરથી દૂરનું દ્રશ્ય પણ ના દેખાય તેવી સ્થિતિ સર્જાય હતી. અને ઝાકળના કારણે રોડ ભીના થઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓએને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ધીમે-ધીમે પ્રકાશ પથરાતા વાતાવરણમાંથી ધુમ્મસ ઓસરવા લાગ્યું હતું.

- text