મોરબીના રાજચંદ્ર શાળા વિકાસ સંકુલમાં ઓનલાઇન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

- text


મોરબી : મોરબીમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલમાં રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું.

ગત તા. ૨૯/૧/૨૦૨૨ ના શનિવારના રોજ GCERT – ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી આયોજિત શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ – મોરબીનુ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ.

આ પ્રદર્શનમાં મોરબી તાલુકાની અનુદાનિત કૂલ ૨૬ શાળામાંથી ૨૨ શાળાઓએ ભાગ લીધો હતો. અને કૂલ ૨૩ કૃતીઓ રજૂ થઇ હતી. આ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. હાલની કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ. આ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયકો તરીકે ટંકારા તાલુકાના વિજ્ઞાન શિક્ષકો વડાવિયાભાઈ, રાઠોડભાઈ, રાણસરિયાભાઈ દ્વારા સેવા આપવામાં આવેલ હતી. તમામ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

- text

આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંકુલના સંયોજક સંજીવભાઇ જાવિયા, સહસંયોજક વિરમગામા અને ડી.ઇ.ઓ. કચેરીના A E I શૈલેશભાઇ મેરજા દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી અને દરેક વિભાગમાં પ્રથમ ક્રમ મેળવનાર શાળાઓ એમ એસ દોશી અને ડાભી એન આર હાઇસ્કૂલ, મોરબી, સ વ પ કન્યા વિદ્યાલય, મોરબી, સી એમ જાકાસણિયા હાઇસ્કૂલ, જેતપર (મચ્છુ), થોરાળા હાઇસ્કૂલ, થોરાળાની કૃતિઓને અભિનંદન આપ્યા હતા તથા જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં સારો દેખાવ કરવા શુભેચ્છા આપી હતી.

- text