બંગાવડી ગામમાં દુષિત પાણીના પશ્રને લઇ જીલ્લા પંચાયત સદસ્ય એક્શન મોડમાં

- text


ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે દુષિત પાણી પશ્રને લઇ જીલ્લા પંચાયતના સદસ્ય એક્શન મોડમાં આવી ગયા છે.

બંગાવડી ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જવા મામલે આ અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવેડો ન આવતાં જીલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ ડેપ્યુટી ડી.ડી.ઓ. અને ટિ.ડી.ઓ.ને તાત્કાલિક આ અંગે યોગ્ય કરવા સુચના આપી છે.

તદપરાંત, મત વિસ્તારમાં મુલાકાત લઈ તમામ ગામોમાં ફરી આગેવાનોને મળ્યા હતા. જેમા નવા બનતા ખિજડીયા રોડ ઉપર વિઝિટ કરી યોગ્ય કામગીરી અંગે તપાસ હાથ ધરી હતી. જેમા થોડી ક્ષતિ જણાતા જરૂરી સુચનો આપ્યા હતા. તો નેસડાસુરજીથી મેઘપર-ઝાલા સુધીનો માર્ગ નવો બનાવવા માટે રજુઆત કરવામાં આવતા આ અંગે આગામી દિવસોમાં કામ મંજુર કરાવવા ખાત્રી આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text