વિક્લી MCX રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ. 470 અને ચાંદીમાં રૂ. 3,435નો ઘટાડો

- text


સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સમાં રૂ.264 કરોડ અને ચાંદી-મિનીના ઓપ્શન્સમાં રૂ.36 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયુ

સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ કોટન, સીપીઓમાં સુધારો

બુલડેક્સ ફ્યુચર્સમાં 361 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 625 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 515 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21 થી 27 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 16,02,693 સોદાઓમાં કુલ રૂ.1,34,662.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 361 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 625 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 515 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સનાં કામકાજમાં વિશેષ રસ જોવા મળ્યો હતો, જેના લીધે સપ્તાહના અંતે નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.264.53 કરોડ અને ચાંદી-મિનીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.36.69 કરોડનું તેના પ્રારંભથી અત્યાર સુધીમાં ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 6,56,689 સોદાઓમાં કુલ રૂ.39,959.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.48,390ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,912 અને નીચામાં રૂ.47,853 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.470 ઘટી રૂ.47,910ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.59 વધી રૂ.38,827 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,810ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.64,982 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,361 અને નીચામાં રૂ.61,750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.3,435 ઘટી રૂ.61,944 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3,339 ઘટી રૂ.62,209 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3,324 ઘટી રૂ.62,224 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 3,78,104 સોદાઓમાં કુલ રૂ.27,436.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,363ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,660 અને નીચામાં રૂ.6,136 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.158 વધી રૂ.6,555 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.44.60 વધી રૂ.321.10 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 10,119 સોદાઓમાં રૂ.1,240.94 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,991.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1991.50 અને નીચામાં રૂ.1961.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.11 ઘટી રૂ.1,983 બંધ થયો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,011ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.16,100 અને નીચામાં રૂ.15,400 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.827 ઘટી રૂ.15,637ના ભાવે બંધ થયો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,175ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1180 અને નીચામાં રૂ.1165 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.15.70 વધી રૂ.1174.70 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24 ઘટી રૂ.960.30 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.340 વધી રૂ.36,700બંધ થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,25,727 સોદાઓમાં રૂ.20,569.83 કરોડનાં 42,475.665 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,30,962 સોદાઓમાં કુલ રૂ.19,389.85 કરોડનાં 3,034.235 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,66,191 સોદાઓમાં રૂ.16,141.33 કરોડનાં 2,54,16,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,11,913 સોદાઓમાં રૂ.11,295.36 કરોડનાં 38,23,86,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.32 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 8,260 સોદાઓમાં રૂ.1,143.23 કરોડનાં 313325 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,678 સોદાઓમાં રૂ.67.24 કરોડનાં 683.28 ટન, રબરના વાયદાઓમાં 103 સોદાઓમાં રૂ.1.97 કરોડનાં 122 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 70 સોદાઓમાં રૂ.28.18 કરોડનાં 2,400 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,394.909 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 577.956 ટન, ક્રૂડ તેલમાં 12,55,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,06,51,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 185000 ગાંસડી, મેન્થા તેલમાં 412.2 ટન, રબરમાં 48 ટન, સીપીઓમાં 33,810 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 16,468 સોદાઓમાં રૂ.1,446.48 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 6,372 સોદાઓમાં રૂ.506.05 કરોડનાં 7,073 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 8,547 સોદાઓમાં રૂ.817.24 કરોડનાં 8,968 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,549 સોદામાં રૂ.123.19 કરોડનાં 1,563 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,231 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,283 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 267 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,408ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,450 અને નીચામાં 14,089ના સ્તરને સ્પર્શી, 361 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 315 પોઈન્ટ ઘટી 14,100ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,555ના સ્તરે ખૂલી, 625 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 229 પોઈન્ટ ઘટી 18,266ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,100ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન 515 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 387 પોઈન્ટની વૃદ્ધિ સાથે 6,589ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 4,12,703 સોદાઓમાં રૂ.37,872.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,156.01 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.718.27 કરોડ અને બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4.85 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32,384.77 કરોડનાં 4,95,49,200 બેરલ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.608.11 કરોડનાં 1,92,56,250 એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text