વર્ષ 2010થી 2015 સુધીનાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને બાકી રહેલી પરીક્ષાની તક આપતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

- text


1થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે
તા. 01થી 10 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષાનું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલંગ્ન વર્ષ 2010થી 2015 સુધીનાં સેમેસ્ટર 1થી 6માં ફેઈલ થયેલ હોય તેવા ગ્રેજ્યુએશન લેવલના રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની વધુ એક તક આપવામાં આવી રહી છે. જેમાં 1થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. તેમજ તા. 01થી 10 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષાનું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2010થી 2015 દરમિયાન સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા પરીક્ષાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન થયેલ છે. શરૂ થનાર વિવિધ પરીક્ષાઓનાં આવેદનપત્રો નિયત પરીક્ષા ફી સાથે ઓનલાઇન ભરવાના રહેશે. પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાનો રેગ્યુલર ફી સાથે સમયગાળો આગામી તા. 01થી 10 ફેબ્રુઆરી છે.

પરિપત્ર મુજબ આર્ટસ સ્ટ્રિમમાં BA, BA (ID), BJMC, BLIB, BSW, લો સ્ટ્રિમમાં LLB, BA (LLB), બિઝનેસ મેનેજમેન્ટ સ્ટ્રિમમાં BBA, કોમર્સ સ્ટ્રિમમાં B.Com, B.Com (Comp. Sci.), સાયન્સ સ્ટ્રિમમાં BCA, B.Sc, B.Sc (Bio-Info), B.Sc (IT), પરફોર્મિંગ આર્ટસ સ્ટ્રિમમાં BPA, B.Sc (HS) તેમજ રૂરલ સ્ટડીઝમાં BRS કોર્ષમાં ફક્ત 2016 પહેલાના (2010થી 2015 સુધી) એનરોલ થયેલ જ વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની રહેશે.

વર્ષ 2016 પહેલાના (2010થી 2015 સુધીના) એનરોલમેન્ટ થયેલ જ વિધાર્થીઓનાં પરીક્ષા ફોર્મ સંસ્થાનાં લોગઈન મારફત એનરોલમેન્ટ/એન્વીસ્ટમેન્ટ નંબર દાખલ કરી પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ/પ્રિન્ટ કરવાનો રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિપત્ર મુજબની ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની કાર્યવાહી કોલેજ/સંસ્થા દ્વારા પોતાનાં લોગઇન મારફત પુર્ણ કરીને ફી મેમો તેમજ ભરેલાં પરીક્ષા ફોર્મની યાદી http://E-mail: [email protected]પર તરત મોકલી આપવાની રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર કોલેજ લોગઇનમાં પ્રિ-એકઝામીનેશન મેનુની અંદર પ્રિ-એકઝામીનેશન ફોર્મ રીપોર્ટ નામનાં ઓપ્શનમાંથી પરીક્ષા ફોર્મની પ્રિન્ટ કરી શકાશે. જેની વિગત નીચે મુજબ છે.

- text

[College login => Pre-Examination => Pre-Examination Form Report]

તમામ કોલેજ/સંસ્થાને વેબસાઇટમાં ઓનલાઈન પરિક્ષા ફોર્મ ભરીને તેમાં જ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2010થી 2015 સુધીના 1થી વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે, પરીક્ષા માટે વિષયોની મર્યાદા આપવામાં આવી નથી. તેમજ આ પરીક્ષા કોઈપણ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ આપી શકશે. વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text