નવા બનતા કારખાનામાં કામ રાખવા મામલે કોન્ટ્રાકટરને ધમકાવ્યો

- text


વાંકાનેરના મેસરીયા ગામ પાસેના બનાવમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના મેસરીયા ગામ પાસે કોન્ટ્રાકટર ઉપર નવા બનતા કારખાનામાં કામ રાખવા બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધમકાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કોન્ટ્રકટરે ત્રણ શખ્સો સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ રાણાભાઇ મકવાણા (ઉવ.૩૨ ધંધો ખેતી રહે રંગપર તા.વાંકાનેર જી.મોરબી) એ આરોપીઓ ગેલાભાઇ મોતીભાઇ આલ, મુન્નાભાઇ હામાભાઇ હણ (રહે બન્ને રંગપર તા.વાંકાનેર જી.મોરબી) તેમજ તેઓની સાથેનો એક અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૬ ના રોજ મેસરીયા બોર્ડથી આશરે બસો મીટર આગળ ગામ તરફ જવાના રસ્તે ફરીયાદીએ નવા બનતા કારખાનામાં કામ રાખેલ હોય તે આરોપીને સારૂ ન લાગતું હોય તે બાબતનો રોષ રાખી આ કામના આરોપીઓ મોટર સાયકલ પર હાથમાં કુહાડી લઇને એક સીલ્વર કલરની સ્વીફ્ટ કારમાં આવી ફરીયાદીને ઉભો રાખી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text