માળીયા-હળવદ હાઈવે પર ડ્રાઈવરે બ્રેક મારતા ગટરમાં ટ્રકે પલ્ટી મારી

- text


માળીયા (મી.) : માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરે ટ્રકને બ્રેક મારતા રોડની સાઈડની ગટરમાં ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

- text

માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર અણીયારી ટોલ નાકાથી હળવદ બાજુ ભોરાપીરની જગ્યા સામે ગત તા. 26ના રોજ આરોપી ટ્રક-ટ્રેઈલર નંબર-GJ-12-BX-4360 ના ચાલક બજરંગ બલીભાઈ યાદવ એ ટ્રક-ટ્રેઈલર બેદરકારીથી ચલાવી એકદમ જોરથી ટ્રકને બ્રેક મારી રોડની સાઈડની ગટરમા ટ્રક-ટ્રેઈલરને પલટી ખવડાવી હતી. આ અકસ્માતમાં પોતાના તથા સાથેના ક્લીનરને નાની-મોટી સામાન્ય ઈજા થઇ હતી. માળીયા મીં. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text