મોરબીના લાયન્સ કલબ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાયું

- text


વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી

મોરબી : મોરબીના લાયન્સ કલબ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા 73માં પ્રજાસતાક પર્વની ઉજવણી મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળા, ગોકુળનગરમાં વિદ્યાર્થીઓ, લાયન્સ પ્રાથમિક શાળાના શિક્ષકો અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ, સેક્રેટરી, લાયન્સ સભ્યોની હાજરીમાં કરવામાં આવેલ હતી. કાર્યક્રમ ધ્વજવંદન ડીસટ્રીક 3232J ના રિજિયન-2ના રિજીયન ચેરપર્શન PMJF લાઈન રમેશભાઇ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત, વંદે માતરમ્ ગીત, દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.

- text

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના શિક્ષક મગનભાઈ મોરડીયા એ કર્યુ હતું. પ્રાસંગીક પ્રવચન ક્લબના પ્રમુખ ટી. સી. ફૂલતરિયા અને રિજીયન ચેરપર્સન રમેશભાઈ રૂપાલા એ કર્યુ હતુ. બાદમાં વિધાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે વિદ્યાર્થીઓને પોષ્ટીક નાસ્તો આપવામાં આવ્યો હતો. આ પ્રજાસતાક પર્વના પ્રોજેક્ટ ચેરમેન મનસુખભાઈ જાકાસનીયા તેમજ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, મહાદેવભાઈ, પ્રાણજીવનભાઈ રંગપડીયા તેમજ ક્લબના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને વધુ ઉત્સાહિત બનાવેલ હતો. પ્રોત્સાહક ઇનામોના દાતા તરીકે ડાયાલાલ જે. અમૃતિયાનો આર્થિક સહયોગ મળેલ હતો. તેમ સંસ્થાના પ્રમુખ એ યાદીમાં જણાવેલ છે.

- text