માળીયાને જોડતો નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં, તાકીદે રીપેર કરવા માંગ

- text


મોરબીના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

માળીયા (મી.) : મોરબી જિલ્લામાં નેશનલ હાઇવેથી માળિયા (મી.) સુધીનો બિસ્માર રસ્તો તાત્કાલિક રીપેર કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના મોરબીના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામાં માળિયા (મી.) તાલુકો આવેલ છે. જે હમેશા ઓરમાન વર્તનનો શિકાર રહ્યો છે. માળિયા (મી.) ગામમાં સુવિધાના નામે મીંડું છે. ગામમાં રોડ, ભૂગર્ભ ગટર, પાણીની વ્યવથા ખુબ જ ખરાબ છે. માળિયા (મી.) માં બસસ્ટેન્ડ પણ નથી. તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલતમાં છે. હોસ્પિટલમાં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓનો અભાવ છે.

- text

ખાસ કરીને માળિયા તાલુકો નેશનલ હાઇવે 8Aથી જે રસ્તાથી જોડાયેલ છે. તે રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં છે. વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રમાં આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. તો આ રોડનું રીપેરીંગ તાત્કાલિક કરવામાં આવે અને તે માટે યોગ્ય આદેશો કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

- text