મોરબીમાં રાત્રી કફર્યુંમાં વેપાર-ધંધા ચાલુ રાખનાર ગાંઠિયાની લારી, હોટેલો ઝપટે

- text


પોલીસે રાત્રી કર્ફયુ ભંગ બદલ 7 અને ફરજીયાત માસ્કના ભંગ બદલ 2 સામે કાર્યવાહી કરી

મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી શરૂ થયેલી બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારના આદેશને પગલે કોરોના સંક્રમણ અટકાવવા પોલીસે ફરીથી જાહેરનામાના આમલનો કક્કો ઘૂંટયો છે. જેમાં રાત્રી કફર્યુંમાં વેપાર-ધંધા ચાલુ રાખનાર ગાંઠિયાની લારી, હોટેલો પોલીસની ઝપટે ચડી હતી અને પોલીસે રાત્રી કર્ફયુ ભંગ બદલ 7 અને ફરજીયાત માસ્કના ભંગ બદલ 2 સામે કાર્યવાહી કરી છે.

મોરબી અને વાંકાનેરમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ફરીથી લાગુ કરેલા રાત્રી કફર્યુંનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન પોલીસે ગઇરાત્રે પણ કફર્યુંના અમલ માટે સઘન પેટ્રોલીગ કર્યું હતું. એ દરમિયાન મોરબીના નગર દરવાજાના ચોકમાં ભવાની ગાંઠિયાની લારી, લાતીપ્લોટ વિસ્તારમાં અલરજા હોટલ, શનાળા બાયપાસ પાસે કામધેનુ નજીક રોયલ હોટલ રાત્રી કફર્યુંમાં ખુલ્લી હોય અને વેપાર ચાલુ હોવાનું જણાતા પોલીસે આ ત્રણેયના માલિકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત મોરબીના ઉમિયા સર્કલ પાસે નાઈટ કફર્યુંમાં કામ વગર ખોટા આંટાફેરા કરતા એક તેમજ માળીયા ફાટક પાસે નાઈટ કર્ફયુમાં નીકળેલા એક અને માસ્ક વગર નાઈટ કર્ફયુમાં નીકળેલા અન્ય એક શખ્સ તેમજ માળીયાના વાગડીયા ઝાંપા પાસે અને વાંકાનેરના વાંઢા લિબંડા ચોક પાસે માસ્ક વગર નીકળેલા બે નાગરિકો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text