મોરબી હળવદ રોડ ઉપર રૂ. 29 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


સીટી બી ડિવિજનની દારૂની રેઇડમાં અન્ય એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફની ટીમે બાતમીના આધારે મોરબી હળવદ રોડ ઉપર આવેલી હોટલ નજીક વિદેશી દારૂની રેઇડ કરીને જાહેરમાં દારૂ લઈને નીકળેલા એક આરોપીને રૂ. 29 હજારના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.જ્યારે આ દારૂની હેરાફેરીમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એસપી સુબોધ ઓડેદરાની મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા સુચનાને પગલે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મોરબી હળવદ રોડ ઠાકર ગાર્ડન હોટલ સામે રોડ ઉપર જાહેરમાં આરોપી વિવેકભાઇ ઇશ્વરભાઇ ત્રેટીયા (ઉ.વ.રર ધંધો ખેતી રહે.હરીઓમ પાર્ક ઘુટું રોડ મેઇન શેરીમાં પાટીદાર જનરલ સ્ટોર્સ પાસે તા.જી.મોરબી મુળ ગામ રણમલપુર પારેજીયા શેરી તા. હળવદ જી.મોરબી) નામનો શખ્સ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની મેક્ડોવેલ્સ નંબર-૧ સુપિરીયર ઓરીજન્લ વ્હિસ્કીની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૦૫ કિં રૂ.૧૮૭૫ તથા રેડ લેબલ ઝોની વોકર બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૧૨ કિ.રૂ.૨૪૦૦૦/- તથા બેલેટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૦૨ કિ.રૂ.૪૦૦૦ એમ મળી કુલ રૂ.૨૯૮૭૫ નો મુદામાલ સાથે મળી આવતા તેની મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે બીજો આરોપી ભાવેશભાઇ નિરૂભાઇ દલવાડી (રહે.ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર) હાજર ન મળી આવતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text