માટેલ નજીક આઠ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર – માટેલ રોડ ઉપર અમરધામ નજીકથી વિદેશીદારૂની આઠ બોટલ સાથે એક યુવાનને ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર માટેલ રોડ અમરધામ પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વેલાળા ગામના મેહુલભાઇ રેવાભાઇ રાઠોડ નામના યુવાનને મેકડોવેલ્સ નં-૧ બ્રાન્ડ વિદેશીદારૂની બોટલ નંગ.૦૮કી.રૂ.૩૦૦૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text