ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીના અમરેલી ખાતે બેઠક યોજાઈ

- text


અમરેલી ગામ સમિતીની રચના કરી હોદેદારોની વરણી કરાઈ

મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા – તાલુકા ટીમ દ્વારા અમરેલી ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમરેલી ગામ સમિતીની રચના કરવામાં આવી હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા તાલુકા ટીમ દ્વારા અમરેલી ગામે સંગઠન મિટિંગ યોજાઇ હતી.જેમાં અમરેલી ગામ સમિતીની રચના કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે વિપુલજી ઠાકોર,ઉપપ્રમુખ તરીકે સંજય ઠાકોરની નિમણુંક કરવામાં આવી હતી.તથા સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સમાજને સંગઠીત અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તે પણ ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશ ઠાકોર,મયૂર બાબરિયા,મોરબી તાલુકા પ્રમુખ જયદીપ ઝીંઝુવાડિયા,મોરબી તાલુકા ઉપપ્રમુખ સતીશ ઠાકોર,મોરબી તાલુકા ઉપપ્રમુખ ગોપાલ ઠાકોર,મોરબી તાલુકા સંગઠનમંત્રી રાજેશ ઠાકોર,મોરબી શહેર ઉપપ્રમુખ વિપુલ કુવરિયા,મોરબી શહેરમંત્રી મહેશ ઠાકોર,પાનેલી ગામ ઉપપ્રમુખ અનિલ આત્રેસા તથા અમરેલી ગામ સમિતીના વડીલો કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

- text