ટંકારાના ઓટાળા ગામે જમીન પચાવી પાડનાર પાંચ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

- text


૨૮ ગુંઠા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરવાનું શરૂ કરતા મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાઇ

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતીની ખાનગી જમીન પચાવી પાડનાર પાંચ ઈસમો વિરુદ્ધ મહિલાએ લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરતા કમિટીના આદેશ મુજબ ટંકારા પોલીસ મથકમાં પાંચેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતીની જમીંન ધરાવતા વજીબેન પ્રેમજીભાઇ દેસાઇની ખેતીની જમીનમાં ઘૂસણખોરી કરી ઓટળા ગામના જ (૦૧)મગનભાઇ ભગવાનજીભાઇ દેસાઇ (૦૨)શામજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ(૦૩)વાધજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ(૦૪)પ્રવિણભાઇ રાધવજીભાઇ ધોડાસરા અને (૦૫)રમેશભાઇ રાધવજીભાઇ ધોડાસરા દ્વારા આશરે વીસેક વર્ષથી ખેતી કરવાની શરુ કરી દેતા વજીબેને લેન્ડગ્રેબિંગ કમિટી

- text

દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા ઓટાળા ગામે વજીબેન દેસાઈની માલિકીની સર્વે નંબર- ૫૪ પૈકી-૬ ની ૨-૫૯-૦૦ હેકટર વાળી જમીનમા આશરે ૨૮ ગુંઠા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરવા સબબ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

- text