મોરબી જિલ્લાના 3400 શિક્ષકો માટે ઉચ્ચતર પગાર ધોરણની ગ્રાન્ટ ફાળવાઈ

- text


રાજયમંત્રી મેરજાની દરમીયાનગીરીથી શિક્ષકો માટે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના અણઉકેલ પ્રશ્નો મામલે રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી રજુઆત કરાતા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ માટેની રૂપિયા બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવતા શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3400 જેટલા પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ અને નિવૃત્તિ બાદના લાભો માટે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લાઓમાં ગ્રાન્ટ ફાળવેલ હતી પરંતુ શરતચૂકથી મોરબી જિલ્લામાં ગ્રાન્ટ ફાળવવાની બાકી રહી ગઈ હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તાઓએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરતા મંત્રીએ શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા બાબતે ઘટતું કરવાની સૂચના આપેલ હતી.

- text

જેને પગલે ડો.રાવે ત્વરિત નિર્ણય લઈ બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને હાલ કોરાના થયેલ હોય,હોમ આઇસોલેટ હોવા છતાં મોરબી જિલ્લાના શિક્ષકો માટે ગ્રાન્ટ ફાળવવામાં ખુબજ જહેમત ઉઠાવવા બદલ મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વતી બ્રિજેશભાઈ મેરજા અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ,નિયામક એમ.આઈ. જોશી,નાયબ નિયામક એમ.કે.રાવલ પરેશભાઈ દલસાણિયા શ્રેયાન અધિક્ષક તેમજ દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સી.સી.કાવર નાયબ જિલ્લા પ્રાથમિક વગેરેના સહિયારા પ્રયત્નોથી મોરબી જિલ્લાની પૂરક ગ્રાન્ટ મંજુર થતા તમામ પદાધિકારીઓ અધિકારીઓનો મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સૌનો આભાર પ્રકટ કરેલ છે.

- text