મોરબીમાં લાયન્સ કલબ અને નિર્મલ વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

- text


શિક્ષકોને ટ્રેનિંગના અંતે પ્રમાણપત્ર અર્પણ કરાયા

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા બે દિવસીય TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ લેવલની શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ પણ આપવમાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા અને ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા માટે યોજાયેલ કાર્યક્રમ સંપન્ન થયો.

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા બે દિવસીય TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી,લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા,રીજીયન ચેરપર્સન રમેશભાઈ રૂપાલા,ઝોન ચેરપર્સન તુષારભાઈ દફતરી,નિવૃત ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર બાબુલાલ લોરિયા,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી નાનજીભાઈ મોરડિયા,નિર્મલ વિદ્યાલય સંકુલના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ,અમૃતલાલ પટેલ ,HOD નિલેશભાઈ કુંડારિયા,પ્રિન્સિપાલ ગીરીશભાઈ કલોલા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી ટીચર ટ્રેનિંગ વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

- text

લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ શિક્ષકોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી.ટ્રેનિંગમા જોડાયેલા 35 જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન નિર્મલ વિદ્યાલયના શિક્ષક શિરીષચંદ્ર ભટ્ટ તેમજ સીનિયર શિક્ષક રમણીકભાઇ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text