સ્વીફ્ટ કારમાં દેશી દારૂ ભરીને નીકળેલો શખ્સ પોલીસને જોઈ રફુચક્કર

- text


વાંકાનેર પોલીસે ચોટીલા હાઇવે ઉપર જોધપર ગામ નજીકથી કાર કબ્જે કરી

વાંકાનેર : વાંકાનેર પોલીસે ચોટીલા હાઇવે ઉપરથી દેશીદારૂ ભરેલી સ્વીફ્ટ કાર કબ્જે કરી ગાડી નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે રોડ જોધપર ગામ પાસે રોડની સાઇડમા રેઢી હાલતમાં મારુતિ સ્વીફ્ટકાર રજી.ન. જીજે-૧૩-એન.-૧૭૩૧માંથી દેશીદારૂ લીટર 300 કિંમત રૂપિયા 6000 કબ્જે કરી એક લાખની કિંમતની કાર પણ કબ્જે કરી હતી.

- text

વધુમાં પોલીસને જોઈ કાર રેઢી મૂકી જનાર આરોપીને શોધી કાઢવા પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

- text